મિત્રો રિલાઈન્સ જીઓનાં પ્રિવ્યુ ઑફર વિશે તમને ખબરજ હશે, ઘણા લોકો ને જીઓનું સિમ કાર્ડ પણ મળી ગયુ હશે અને આ ઑફરનો લાભ પણ લઈ રહયા હશે, જો તમારી પાસે કયો પણ ૪-જી મોબાઈલ હશે તો તમને પણ જીઓનું સિમ કાર્ડ મફતમાં મળશે અને ૯૦ દિવસ સુધી unlimited data, call, અને sms પણ મળશે, આ સાથે જીઓ apps નું subscription ફ્રીમાં મળશે (JioMags, JioCinema, JioTV, JioMusic etc).
જો તમને જીઓનુ સિમ કાર્ડ મળ્યું હોય અને ચાલુ ન થયુ હોય તો ચિંતા નહીં કરો સિમ ચાલુ થતા ૭-૮ દિવસનો સમય લાગે છે, મે ૨૬-૦૮ ના દિવસે સિમ કાર્ડ લીધુ અને ૦૨-૦૯ ના રોજ સિમ ચાલુ થયાનો મેસેજ આવ્યો, જો તમારા મોબાઇલમાં VoLTE support ન હોય તો તમને JioJoin app download કરવી પડશે અને તમે આ એપ દ્રારા કૉલ અને મેસેજ કરી શકશો.
મિત્રો હુ છેલ્લા બે દિવસથી જીઓનું સિમ કાર્ડ વાપરુ છુ, ઇન્ટરનેટ ની સ્પીડ ઘણી સારી છે, ક્યારેક નેટવર્ક નો પ્રોબ્લેમ થાય છે આજે સવારેજ જીઓનું નેટવર્ક ન હતુ થોડી વાર પછી આવી ગયુ હતુ, વોઇસ કૉલ કવોલિટી એકદમ સારી નથી, અને ઘણી વખત કૉલ લાગતા નથી, જ્યારે લોકો પૈસા આપવાના ચાલુ કરશે ત્યારે તેઓ આ ચલાવી નહીં લેશે,આશા રાખીયે કે આવનારા સમયમાં જીઓ આના ઉપર ધ્યાન આપશે અને ગુણવત્તા પણ વધારશે.
જીઓ ઑફર સાથે જે applications મળી રહી છે ખરેખર ઘણી કામની છે, મને JioMags સૌથી વધારે ગમી, આમા ધણી બધી ભાષાઓના મેગેઝિન ઉપલબ્ધ છે, (ગુજરાતી ભાષામાં - ચિત્રલેખા, અભિયાન, ચંપક વગેરે ઉપલબ્ધ છે.), JioTV, JioCinema, JioMusic, JioExpressNews વગેરે પણ સારી એપસ છે.
પ્રિવ્યુ ઑફર પછીનાં જે પ્લાન છે તે પણ ઘણા આકર્ષક છે, સૌથી સસ્તો પ્લાન ₹૧૪૯ નો છે અને મોંઘો ₹૪૯૯૯ નો છે, જીઓના પ્લાનમાં સૌથી સારી વાત એ છે કે વોઇસ કોલિંગ માટે અલગથી પૈસા આપવા નહી પડે.
મિત્રો તમારા અભિપ્રાયો અને પ્રશ્નો કમેન્ટ બોક્સમાં આપી શકો છો.
No comments:
Post a Comment