મિત્રો આજથી રિયો ઓલિમ્પિક- ૨૦૧૬ ની શરુવાત થઈ ગઈ છે. ચાલો તો જાણીએ ઓલિમ્પિક રમતોત્સવના રોચક તથ્યો.
- પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ ૧૮૯૬ માં એથેંસ (ગ્રિસ) ખાતે થયો હતો, ભારતે પ્રથમ વખત ૧૯૦૦ પેરિસ (ફ્રાંસ) ઓલિમ્પિક રમતોત્સવમાં સહભાગ લીધો હતો.
- ગ્રેટ બ્રિટન, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ગ્રિસ આ ચાર એવા દેશ છે જેણે અત્યાર સુધીની દરેક ઓલિમ્પિક ગેમ્સમાં સહભાગ લીધો છે.
- ભારતે ૨૩ વખત આ રમતોત્સવમાં સહભાગ લીધો છે (રિયો ઓલિમ્પિકને ગણીને ૨૪ વખત).
- ૨૦૧૬-રિયો ઓલિમ્પિકમાં કુલ ૨૦૬ દેશના રમતવીરો સહભાગ લેવાના છે , આમા ૭૫ એવા દેશ છે જેણે અત્યાર સુધી ઓલિમ્પિકમાં એકપણ પદક જીત્યુ નથી.
- અત્યાર સુધી કુલ ૧૪૭૧૪ પદકો રમતવીરોને આપવામાં આવ્યા છે, (સ્વર્ણ-૪૮૦૯, રજત-૪૭૭૩, કાંસ્ય-૫૧૩૦).
- સૌથી વધુ પદક અમેરીકા સંયુક્ત રાજ્ય (USA)એ જીત્યા છે, (સ્વર્ણ-૯૭૬, રજત-૭૫૭, કાંસ્ય-૬૬૬ કુલ-૨૩૯૯).
- ભારતે અત્યાર સુધી કુલ ૨૬ પદક જીત્યા છે, (સ્વર્ણ-૯, રજત-૬, કાંસ્ય-૧૧).
- એકજ ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી વઘુ પદક જીતવાનો રેકોર્ડ પણ USA ના નામે છે, ૧૯૦૪ માં (સેન્ટ લ્યુઇસ મિસૌરી) કુલ ૨૩૯ મેડલ USA એ જીત્યા હતા.
- ભારતે સૌથી વધુ પદક ૨૦૧૨ (લંડન) ઓલિમ્પિકમાં મળ્યા છે (રજત-૨, કાંસ્ય-૪, કુલ-૬).
- ઇયાન મીલરના નામે સૌથી વઘુ ૧૦ વખત ઓલિમ્પિક રમતોત્સવમાં સહભાગ લેવાનો રેકોર્ડ છે,(૧૯૭૨,૧૯૭૬,૧૯૮૪ થી ૨૦૧૨) , દેશ- કેનેડા, રમત- અશ્વારોહણ (Equestrian).
- ભારતના લિયેન્ડર પેસનો આ ૭ મો ઓલિમ્પિક રમતોત્સવ છે (૧૯૯૬ થી ટેનિસમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે).
- સૌથી વધુ વ્યક્તિગત પદક જીતવાનો રેકોર્ડ USA ના માઈકલ ફેલ્પ્સ ના નામે છે. (સ્વર્ણ-૧૮, રજત-૨, કાંસ્ય-૨ કુલ-૨૨, રમત-Swimming)

- ભારતને સૌથી વધુ મેડલ ફિલ્ડ હોકીમાં (સ્વર્ણ-૮, રજત-૧, કાંસ્ય-૨, કુલ-૧૧) જીત્યા છે.
- ભારત તરફ થી સૌથી વધુ વ્યક્તિગત મેડલ જીતવાનો રેકોર્ડ નોર્મન પ્રીટ્ચાર્ડ (કુલ-ર રજત પદક, વર્ષ-૧૯૦૦ અને ૧૯૦૪, રમત-એથલેટિક્સ) અને સુશીલ કુમારના (વર્ષ ૨૦૦૮- કાંસ્ય પદક, વર્ષ ૨૦૧૨- રજત પદક, રમત- કુસ્તી) નામે છે.
- ભારત તરફથી વ્યક્તિગત સ્પર્ધામાં સૌપ્રથમ અને એકમાત્ર સ્વર્ણ પદક જીતવાનો રેકોર્ડ અભિનવ બિન્દ્રાના નામે છે (વર્ષ-૨૦૧૨, રમત-shooting)
- ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલાનુ ગૌરવ કર્ણામ મલ્લેશ્વરી ના નામે છે. (વર્ષ-૨૦૦૦, કાંસ્ય પદક, રમ્ત- Weightlifting).
- ૨૦૧૬ ઓલિમ્પિકમાં ભારતના રેકોર્ડ ૧૨૦ રમતવીરો સહભાગી થવાના છે.

વ્યક્તિગત સ્પર્ધામાં ભારતનો દેખાવ :
સ્વર્ણ પદક-
૧. અભિનવ બિન્દ્રા (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
રજત પદક-
૧. નોર્મન પ્રીટ્ચાર્ડ (વર્ષ-૧૯૦૦, રમત- Men's 200 metres).
૨. નોર્મન પ્રીટ્ચાર્ડ (વર્ષ-૧૯૦૪, રમત-Men's 200 metre hurdles).
૩. રાજ્યવર્ધન સિંહ રાઠોડ (વર્ષ-૨૦૦૦, રમત-shooting).
૪. વિજ્ય કુમાર (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
૫. સુશીલ કુમાર (વર્ષ-૨૦૧૨, રમત-wrestling).
કાંસ્ય પદક-
૧. ખાસબા દાદાસાહેબ જાધવ (વર્ષ-૧૯૫૨, રમત-wrestling).
૨.લિયેન્ડર પેસ (વર્ષ-૧૯૯૬, રમત- ટેનિસ).
૩. કર્ણામ મલ્લેશ્વરી (વર્ષ-૨૦૦૦, રમત-Weightlifting).
૪. વિજેન્દ્ર સિંહ (વર્ષ-૨૦૦૮, રમત- Boxing).
૫. સુશીલ કુમાર (વર્ષ-૨૦૦૮, રમત-wrestling).
૬. સાઈના નેહવાલ (વર્ષ-૨૦૧૨, રમત-badminton).
૬. સાઈના નેહવાલ (વર્ષ-૨૦૧૨, રમત-badminton).
૭. મેરી કોમ (વર્ષ-૨૦૧૨, રમત-Boxing).
૮. ગગન નારંગ (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
૯. યોગેશ્વર દત્ત (વર્ષ-૨૦૧૨, રમત-wrestling).
No comments:
Post a Comment