Showing posts with label રમત જગત. Show all posts
Showing posts with label રમત જગત. Show all posts

Friday, 5 August 2016

Olympics Games- ભારત અને વિશ્વ



       મિત્રો આજથી રિયો ઓલિમ્પિક- ૨૦૧૬ ની શરુવાત થઈ ગઈ છે. ચાલો તો જાણીએ ઓલિમ્પિક રમતોત્સવના રોચક તથ્યો.





  • પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ ૧૮૯૬ માં એથેંસ (ગ્રિસ)  ખાતે થયો હતો, ભારતે પ્રથમ વખત ૧૯૦૦ પેરિસ (ફ્રાંસ) ઓલિમ્પિક રમતોત્સવમાં સહભાગ લીધો હતો.
  • ગ્રેટ બ્રિટન, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ગ્રિસ આ ચાર એવા દેશ છે જેણે અત્યાર સુધીની દરેક ઓલિમ્પિક ગેમ્સમાં સહભાગ લીધો છે.
  • ભારતે ૨૩ વખત આ રમતોત્સવમાં સહભાગ લીધો છે (રિયો ઓલિમ્પિકને ગણીને ૨૪ વખત).
  • ૨૦૧૬-રિયો ઓલિમ્પિકમાં કુલ ૨૦૬ દેશના રમતવીરો સહભાગ લેવાના છે , આમા ૭૫ એવા દેશ છે જેણે અત્યાર સુધી ઓલિમ્પિકમાં એકપણ પદક જીત્યુ નથી.
  • અત્યાર સુધી કુલ ૧૪૭૧૪ પદકો રમતવીરોને આપવામાં આવ્યા છે, (સ્વર્ણ-૪૮૦૯, રજત-૪૭૭૩, કાંસ્ય-૫૧૩૦).
  • સૌથી વધુ પદક અમેરીકા સંયુક્ત રાજ્ય (USA)એ જીત્યા છે, (સ્વર્ણ-૯૭૬, રજત-૭૫૭, કાંસ્ય-૬૬૬ કુલ-૨૩૯૯).
  • ભારતે અત્યાર સુધી કુલ ૨૬ પદક જીત્યા છે, (સ્વર્ણ-૯, રજત-૬, કાંસ્ય-૧૧).
  • એકજ ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી વઘુ પદક જીતવાનો રેકોર્ડ પણ USA ના નામે છે,  ૧૯૦૪ માં (સેન્ટ લ્યુઇસ મિસૌરી) કુલ ૨૩૯ મેડલ USA એ જીત્યા હતા.
  • ભારતે સૌથી વધુ પદક ૨૦૧૨ (લંડન) ઓલિમ્પિકમાં મળ્યા છે (રજત-૨, કાંસ્ય-૪,  કુલ-૬).
  • ઇયાન મીલરના નામે સૌથી વઘુ ૧૦ વખત ઓલિમ્પિક રમતોત્સવમાં સહભાગ લેવાનો રેકોર્ડ છે,(૧૯૭૨,૧૯૭૬,૧૯૮૪ થી ૨૦૧૨) , દેશ- કેનેડા, રમત- અશ્વારોહણ (Equestrian).
  • ભારતના લિયેન્ડર પેસનો આ ૭ મો ઓલિમ્પિક રમતોત્સવ છે (૧૯૯૬ થી ટેનિસમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે).
  • સૌથી વધુ વ્યક્તિગત પદક જીતવાનો રેકોર્ડ USA ના માઈકલ ફેલ્પ્સ ના નામે છે. (સ્વર્ણ-૧૮, રજત-૨, કાંસ્ય-૨ કુલ-૨૨, રમત-Swimming)




  • ભારતને સૌથી વધુ મેડલ ફિલ્ડ હોકીમાં (સ્વર્ણ-૮, રજત-૧, કાંસ્ય-૨, કુલ-૧૧) જીત્યા છે.




  • ભારત તરફ થી સૌથી વધુ વ્યક્તિગત મેડલ જીતવાનો રેકોર્ડ નોર્મન પ્રીટ્ચાર્ડ (કુલ-ર રજત પદક,  વર્ષ-૧૯૦૦ અને ૧૯૦૪, રમત-એથલેટિક્સ) અને સુશીલ કુમારના (વર્ષ ૨૦૦૮- કાંસ્ય પદક, વર્ષ ૨૦૧૨- રજત પદક, રમત- કુસ્તી) નામે છે.


  • ભારત તરફથી વ્યક્તિગત સ્પર્ધામાં સૌપ્રથમ અને એકમાત્ર સ્વર્ણ પદક જીતવાનો રેકોર્ડ અભિનવ બિન્દ્રાના નામે છે (વર્ષ-૨૦૧૨, રમત-shooting)
  • ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલાનુ ગૌરવ કર્ણામ મલ્લેશ્વરી ના નામે છે. (વર્ષ-૨૦૦૦, કાંસ્ય પદક, રમ્ત- Weightlifting).
  • ૨૦૧૬ ઓલિમ્પિકમાં ભારતના રેકોર્ડ ૧૨૦ રમતવીરો સહભાગી થવાના છે.




વ્યક્તિગત સ્પર્ધામાં ભારતનો દેખાવ :

સ્વર્ણ પદક- 
૧. અભિનવ બિન્દ્રા (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
રજત પદક-
૧. નોર્મન પ્રીટ્ચાર્ડ (વર્ષ-૧૯૦૦, રમત- Men's 200 metres).
૨. નોર્મન પ્રીટ્ચાર્ડ (વર્ષ-૧૯૦૪, રમત-Men's 200 metre hurdles).
૩. રાજ્યવર્ધન સિંહ રાઠોડ (વર્ષ-૨૦૦૦, રમત-shooting).
૪. વિજ્ય કુમાર (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
૫. સુશીલ કુમાર  (વર્ષ-૨૦૧૨, રમત-wrestling).

કાંસ્ય પદક-
૧. ખાસબા દાદાસાહેબ જાધવ (વર્ષ-૧૯૫૨, રમત-wrestling).
૨.લિયેન્ડર પેસ (વર્ષ-૧૯૯૬, રમત- ટેનિસ).
૩. કર્ણામ મલ્લેશ્વરી (વર્ષ-૨૦૦૦, રમત-Weightlifting).
૪. વિજેન્દ્ર સિંહ (વર્ષ-૨૦૦૮, રમત- Boxing).
૫. સુશીલ કુમાર  (વર્ષ-૨૦૦૮, રમત-wrestling).
૬. સાઈના નેહવાલ (વર્ષ-૨૦૧૨, રમત-badminton).
૭. મેરી કોમ (વર્ષ-૨૦૧૨, રમત-Boxing).
૮. ગગન નારંગ (વર્ષ-૨૦૧૨, રમત-shooting).
૯. યોગેશ્વર દત્ત (વર્ષ-૨૦૧૨, રમત-wrestling).


Sunday, 24 July 2016

ખાશાબા દાદાસાહેબ જાધવ (KD Jadhav) - A forgotten hero


Rio Olympic 2016 ને શુરુ થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે,આપ સૌ ને ખબર હશે ભારતની વસ્તી અને પ્રતિભા ના પ્રમાણે ભારત નો olympic માં દેખાવ સાવ સાધારણ કક્ષા નો રહ્યો છે, આનુ મુખ્ય કારણ રમત માં થતુ રાજકારણ,રમતવીરો ને મળતી ઓછી સગવડો અને લોકો નો રમત-ગમત વિષે અણગમો છે,હવે સમય બદલાય રહ્યો છે પરંતુ વિશ્વ કક્ષા એ ભારતે આજે પણ ઘણુ પાછળ છે.

ભારત ના olympic માં દેખાવ વિશે સપુર્ણ માહિતી સાથે આવનારા સમય માં લેખ પ્રગટ કરીશ,આજે હુ એવા વ્યક્તિ વિશે માહિતી આપવાનો જેના વગર ભારત નો ઓલિમ્પિક ઈતિહાસ અધુરો છે,આ વ્યક્તિ વિશે બહુ ઓછા લોકો જાણે છે, અને ભારતે સરકારે પણ આ વ્યકિત ની ઉપેક્ષા  કરી હતી,આ વ્યક્તિ એટલે "ખાશાબા દાદાસાહેબ જાધવ".ભારત આઝાદ થયું તે પછી વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર ખેલાડી  એટલે કે .ડી .જાધવ.





કે.ડી.જાધવ વિશે  ની થોડી હકીકતો.


  • જન્મ તાઃ ૧૫-૦૧-૧૯૨૬,,ગામ-ગોલેશ્વર (સાતારા,મહારાષ્ટ્ર) .મૃત્યુ: ૧૪-૦૮-૧૯૮૪
  • પ્રથમ કુસ્તી (wrestling) કોચ - દાદાસાહેબ જાધવ ( ૫ વર્ષ ની ઉંમ્ર થી પિતા દાદાસાહેબ પાસેથી કુસ્તી માં તાલિમ લેવાની શરુવાત).
  • 8 વર્ષની ઉંમરે , તેમણે માત્ર ૨ મિનિટ માં સ્થાનિક ચેમ્પિયન ને હરાવ્યો અને તેમના વિસ્તારમાં નિર્વિવાદ ચેમ્પિયન બન્યા.
  • કોલેજમાં તેમના કુસ્તી માર્ગદર્શન બાબુરાવ બાલાવડે અને બેલાપુરી ગુરુજી હતા.
  • ભારત છોડો આંદોલન માં પણ સહભાગ લીધો હતો.
  • કારર્કિદી શરૂવાતઃ ૧૯૪૮  (finished 6th in the flyweight category in 1948 London olympics)
  • ઇંગલિશ કોચ રીસ ગાર્ડન એ ૧૯૪૮ ઓલિમ્પિક ગેમ્સ પહેલાં "કે.ડી .જાધવ" ને તાલીમ આપી હતી.
  • ૧૯૫૨ હેલસિંકી (Helsinki) ઓલિમ્પિક- કુસ્તી મા કાસ્યં પદક(bronze medal) જીત્યુ,(bantamweight category -57 kg).
  • કુસ્તી માં પદક અપાવનાર પ્રથમ ભારતીય.
  • ભારતને વ્યક્તિગત સ્પર્ધામાં પહેલવહેલું ગૌરવ અપાવનાર જાધવ પાસે હેલસિંકી જવાના પૈસા ન હતા.(

    ૭૦૦૦રુ માં મકાન ગીરવે રાખ્યું હતું)

  • ઓલિમ્પિક્સમાં જાધવની ભાગીદારી માટે શાહજી લો કોલેજ , કોલ્હાપુર ના આચાર્ય પ્રો.દાભોલકરે પોતાનુ ઘર ગીરવે મુક્યુ હતુ.
  • એકમાત્ર ભારતીય ઓલિમ્પિક વિજેતા જેમને પદ્મ એવોર્ડ ક્યારેય પ્રાપ્ત થયો નહિ.
  • ૧૯૫૫ માં સબ- ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળ સાથે જોડાયા.
  • મુંબઈમાં પોલીસ ઇન્સ્પેકટર હોવા છતાં  મૃત્યુસુધી તેઓ કારમી ગરીબીમાં જ જીવ્યાં.
  • ૧૯૮૪ માં માર્ગ અકસ્માતમાં તેમનુ મૃત્યુ થયુ.
  • ભારતને તેમની સફળતા રહી-રહીને યાદ આવી અને ૨૦૧૦ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે તેમના માનમા કુસ્તી સ્થળ નુ નામ તેમના નામ પરથી આપવામા આવ્યુ.

મિત્રો જો આપને આ મારો લેખ પસંદ પડયો હોય તો આપના મિત્રો ને પણ શૅર કરજો , અને આપનો આભિપ્રાય આપવાનુ ચુકતા નહિ.