Thursday, 8 September 2016

Apple iPhone7 શુ છે નવું ?


   મિત્રો ગઇ કાલે એપ્પલ કંપનીએ Apple iPhone 7 લોન્ચ કર્યો, આ લેખમાં આપણે જોઈશું iPhone 7 માં નવું શુ છે.



          સૌથી પહેલા જોઈશું દેખાવ, એપ્પલે iPhone 7 નાં લુકમાં વધારે બદલાવ કર્યો નથી, નવો આઇફોનનોઁ દેખાવ iPhone 6 અને iPhone 6s ને મળતો આવે છે, નવી વાત એ છે કે હોમ બટનમાં થોડો બદલાવ કર્યો છે અને તમને નવા આઈફોનમાં 3.5mm નું ઓડિયો જેક જોવા નહીં મળે.


આ વર્ષે આઈફોન બે નવા કલરમાં ઉપ્લબ્ધ થશે, બ્લેક અને જેટ બ્લેક આ બે નવા કલર છે આમાંથી જેટ બ્લેકનો દેખાવ ખરેખર ખુબજ સરસ છે, સાથે ગોલ્ડ, રોસ ગોલ્ડ, સિલ્વર આ કલર પણ ઉપલબ્ધ હશે.



     
          આઈફોન ૭  વૉટર અને ડસ્ટ રેસિસ્ટંસ છે, છેલ્લાં બે વર્ષની જેમ આ વર્ષે પણ એપ્પલે બે મોડલ રજુ કર્યા છે Apple iPhone 7 અને Apple iPhone 7 plus અને આ વખતે 16gb અને 64gb નાં તમને આઈફોન જોવા નહી મળે, આ વખતે 32gb, 128gb અને 256gb નો વિકલ્પ મળશે.
    એપ્પલ નો દાવો છે કે આઈફોન ૭ નો કેમેરો અત્યાર સુધી આવેલા બીજા આઈફોન કરતાં સૌથી વધારે સારો છે, જે ફોટોગ્રાફી પ્રેમી માટે સારી વાત છે, iPhone 7 Plus માં 12mp વાઈડ એંગલ અને ટેલિફોટો કેમેરા (ડ્યૂલ કેમેરો) છે, જ્યારે iPhone 7 માં 12mp કેમેરો છે, સેલ્ફી માટે બન્નેમાં 7mp નો કેમેરો છે.
    નવા આઈફોનમાં A10 fusion 64bit ની પ્રોસેસર છે અને M10 કો-પ્રોસેસર છે, આઈફોન ૭ આઈફોન ૬એસ કરતાં બે ગણો ઝડપી હશે અને બેટરી લાઈફ પણ સારી હશે,  iPhone 7 માં એપલનું નવું ઓ.એસ iOS10 હશે અને પ્રથમ વખત આઈફોનમાં સ્ટીરિયો સ્પીકર આવયું છે આના સિવાય બાકી બધુ આઈફોન 6s જેવુંજ છે (ફિંગર પ્રિન્ટ, 3D touch etc).


   ઘણા દેશોમાં આઈફોનનું બુકિંગ ૯ સપ્ટેમ્બરથી ચાલુ થશે ભારતમાં આવતા મહિનાથી બુકિંગ ચાલુ થશે અને કિંમત અંદાજે ₹૬૦,૦૦૦થી શરુ થશે (એપલે હજી ભારતમાં  સત્તાવાર રીતે કિંમત જાહેર નથી કરી અને યુ.એસ.એ માં$649-$969 ની રેંજમાં આઈફોન મળશે).
   આઈફોન પાસેથી લોકોને ઘણી અપેક્ષા હોય છે પરંતું દેખીતી રીતે આ વખતે કેમેરાને છોડીને નવા આઈફોનમાં કઈ નવું નથી, જો હરીફાઈમાં રહેવું હોયતો એપ્પલ કંપનીએ કંઇક નવું આપવું પડશે, ભારતને છોડીને બાકી બીજા દેશોમાં એપ્પલનો માર્કેટ હિસ્સો સતત ઓછો થઈ રહ્યો છે અને ભારતમાં પણ હરીફાઈમાં ટકવા આઈફોનની કિંમત ઓછી રાખવી જોઈએ એમ પણ દર મહિને બે મહિને સારા બજેટ ફોન માર્કેટમાં આવતા જ હોય છે આપનો શુ અભિપ્રાય છે?


No comments: