મિત્રો તમને ખબર હશે ગત નવેમ્બંર ૨૦૧૫ માં કેન્દ્ર સરકારે ૦.૫ ટકા નો સર્વિસ ટૅક્સ વધાર્યો હતો, આ ટૅક્સ એટલે સ્વચ્છ ભારત સેસ કર, આ ટૅક્સથી એક વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રુ. જમા થવાનો અંદાજ છે, અત્યાર સુધી તો અંદાજે ૭૫૦૦ કરોડ રુ સરકારી તિજોરીમાં જમા પણ થઈ ગયા હશે, હવે આ પૈસા નો સરકારે કઈ રીતે ઉપયોગ કર્યો છે અને ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરશે એના વિશે મને કઈ ખબર નથી, હવે મિત્રો આપણે મુદ્દા પર આવીએ તમને ખબર છે શા માટે સિક્કિમ ભારતના બીજા રાજ્યો માટે એક રોલ મૉડલ છે? એનુ કારણ એ છે કે ફક્ત વાતો અને જાહેરાત કરવાને બદલે આ રાજ્યએ પ્રકૃતિના સરંક્ષણ અને સ્વચ્છતા માટે સફળતાપૂર્વક નીતિનો અમલ કરી બતાવ્યો છે,
સિક્કિમ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર સંપૂર્ણપણે ઑર્ગેનિક રાજ્ય છે, આજથી ૧૩ વર્ષ પહેલાં ઈ. સ. ૨૦૦૩ થી સિક્કિમ રાજ્યએ ધીમે-ધીમે કૃત્રિમ રસાયણોને બદલે સંપૂર્ણપણે કુદરતી ખાતરથી ઑર્ગેનિક ખેતી કરવા તરફ આગેકુચ કરી હતી અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આ ઉપલ્બધિ પ્રાપ્ત કરી, આ કાર્યમાં લોકો તરફ થી પણ સારો સહકાર્ય મળ્યો છે.
આ બધી સિદ્ધિનું ઘણુંખરું શ્રેય સિક્કિમના મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંંગને આપવું પડે, નિર્ણયો લેવામાં પવન ચામલિન્ગ એકદમ સખ્ત ગણાય છે, અને અહિના લોકપ્રિય નેતા પણ છે, ૧૯૯૪થી એ અહિના મુખ્ય પ્રધાન છે,(પક્ષઃ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, SDF). સિક્કિમ સમગ્ર દેશ માટે રોલમૉડલ સમાન છે.
સિક્કિમ પાસેથી ભારતના બીજા રાજ્યો પણ ઘણી વાત શિખવા જેવી છે, ફ્ક્ત વાતોથી જાહેરાતોથી કે ટૅક્સ વસુલવાથી સ્વચ્છતા લાવી ન શકાય અને પર્યાવરણનુ રક્ષણ પણ ન કરી શકાય એના માટે નક્કર પગલા પણ લેવા પડે અને લોકોમાં પણ જાગૃત્તા લાવવી પડે,આ એક રાજ્યમાં થઈ શકે તો એ સમગ્ર દેશમાં પણ થઈ જ શકે, જરૂર છે ફક્ત સારી નિયતની, જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સારી નિયત રાખી ને કાર્ય કરે તો સિક્કિમે જે સિદ્ધિ હાસલ કરી છે એ બીજા રાજ્યો પણ બહુ જલ્દી હાસલ કરી શકશે.
આપના અભિપ્રાયની પ્રતિક્ષા કરી રહ્યા છીયે, અને આ લેખ ગમ્યો હોય તો FaceBook,Twitter અને Google+ માં શૅર કરો.
હવે થોડી સિક્કિમ વિશે માહિતી,પહાડોથી ધેરાયેલુ રાજ્ય, પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં ચીન, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ રાજ્ય, રાજ્ય નું પાટનગર ગંગટોક છે, એક વખત કોઈ સિક્કિમ જઈ આવે પછી તેના વખાણ કરવામા થાકે નહી એવુ પર્યટક સ્થળ છે, કુદરતી સૌંદર્ય એટલુ છે કે એક વખત ત્યા ગયા પછી પાછા આવ્વાનુ મન ન થાય, તાશી વ્યુ પોઈન્ટ , હનુમાનટોક , રૂમટેક મોનેસ્ટેરી , ગણેશટક , બેન્જાખરી ફોલ્સ , બોટાનીકલ ગાર્ડન , ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીબેટોલોજી , ફ્લાવર શો ,હેન્ડીક્રાફ્ટ સેન્ટર,વન સીસ્ટર વોટર ફોલ્સ ,સીંગહીક વ્યુ પોઈન્ટ ,નાગા વોટર ફોલ્સ અને ચંગુ સરોવર વગેરે જોવાલાયક સ્થળો છે,
આ રાજ્ય ભારતના બીજા રાજ્ય કર્તા એકદમ જ અલગ છે, અહીની બજારોમાં ફરીયે તો એવુ લાગે કે આપણે વિદેશ માં ફરી રહ્યા છે,લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ ઉચ્ચ કક્ષા નો છે, અહી ના લોકો સ્વભાવ પણ એકદમ શાંત અને હંમેશા મોઢા પર સ્મિત, વેપારી લોકો પણ આપણે વસ્તુ લઇએ કે ન લઇએ એકદમ પ્રેમ અને સંયમથી વાત કરવા વાળા, અહિના લોકો ને જોતા એવુ લાગે કે માનસિક તણાવ, બ્લડ પ્રેશર વિશે આ લોકોને કઈ ખબરજ નહિ હશે.
૨૦૧૪-૧૫ માં સિક્કિમનો પ્રવાસ મે કર્યો હતો, અમારી બસ સિક્કિમની સરહદે પહોચવાની હતી એ પહેલા ગાઈડે એક ઘોષણા કરી કે બસની બહાર કચરો ફેકતા નહી અને થુકશો નહી અને આમ જે કરશે એને ૧૫૦૦૦ રુ. નો દંડ ભરવો પડશે, આ ફ્ક્ત કાયદો નથી એનુ અહી કડક રીતે એનો અમલ પણ થાય છે, ઘરની બહાર કચરાપેટી રાખવી પણ સિક્કિમમાં કાનુની રીતે અપરાધ છે. સિક્કિમનો મારો ત્રણ દિવસનો પ્રવાસ હતો , આ પ્રવાસમાં એકય સ્થળે કચરો કે ગંદકી જોઈ નથી.(નોઘઃ મે જ્યારે પ્રવાસ કર્યો હતો ત્યારે ભારતમાં સ્વચ્છતા અભિયાન શરુ નહોતુ થયુ), અહીં પ્લાસ્ટિક બેગ પર સખ્ત પ્રતિબંધ છે. અહિ મિનરલ વૉટરની બોટલ પણ મળવી મુશ્કેલ છે પણ તમેને દરેક સ્થળ અને હોટલો માં મિનિરલ વૉટર જેવુજ ચોખ્ખુ પાણી મફ્ત માં મળી જશે, ( આ બાબતમાં ગુજરાત ની સ્થિતિ તો તમને ખબર જ છે), અને સૌથી મહત્વની વાત કે સિક્કિમમાં તમેને ક્યાય પાનનો ગલ્લો જોવા નહિ મળે ,ઘણા વર્ષોથી અહી ગુટકા પર પણ પ્રતિબંધ આના ઘણા ફાયદા પણ છે આને લીઘે રાજ્ય ચોખ્ખુ રહે છે, લોકો ને કર્કરોગથી રક્ષણ મળે છે અને સૌથી મહત્વનુ માવા વગરના મોઢાથી બે લોકો વચ્ચે સંવાદ પણ સારો થાય છે.( નોઘઃ સિક્કિમમાં દારુબંધી નથી).
સિક્કિમ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર સંપૂર્ણપણે ઑર્ગેનિક રાજ્ય છે, આજથી ૧૩ વર્ષ પહેલાં ઈ. સ. ૨૦૦૩ થી સિક્કિમ રાજ્યએ ધીમે-ધીમે કૃત્રિમ રસાયણોને બદલે સંપૂર્ણપણે કુદરતી ખાતરથી ઑર્ગેનિક ખેતી કરવા તરફ આગેકુચ કરી હતી અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આ ઉપલ્બધિ પ્રાપ્ત કરી, આ કાર્યમાં લોકો તરફ થી પણ સારો સહકાર્ય મળ્યો છે.
આ બધી સિદ્ધિનું ઘણુંખરું શ્રેય સિક્કિમના મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંંગને આપવું પડે, નિર્ણયો લેવામાં પવન ચામલિન્ગ એકદમ સખ્ત ગણાય છે, અને અહિના લોકપ્રિય નેતા પણ છે, ૧૯૯૪થી એ અહિના મુખ્ય પ્રધાન છે,(પક્ષઃ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, SDF). સિક્કિમ સમગ્ર દેશ માટે રોલમૉડલ સમાન છે.
સિક્કિમ પાસેથી ભારતના બીજા રાજ્યો પણ ઘણી વાત શિખવા જેવી છે, ફ્ક્ત વાતોથી જાહેરાતોથી કે ટૅક્સ વસુલવાથી સ્વચ્છતા લાવી ન શકાય અને પર્યાવરણનુ રક્ષણ પણ ન કરી શકાય એના માટે નક્કર પગલા પણ લેવા પડે અને લોકોમાં પણ જાગૃત્તા લાવવી પડે,આ એક રાજ્યમાં થઈ શકે તો એ સમગ્ર દેશમાં પણ થઈ જ શકે, જરૂર છે ફક્ત સારી નિયતની, જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સારી નિયત રાખી ને કાર્ય કરે તો સિક્કિમે જે સિદ્ધિ હાસલ કરી છે એ બીજા રાજ્યો પણ બહુ જલ્દી હાસલ કરી શકશે.
આપના અભિપ્રાયની પ્રતિક્ષા કરી રહ્યા છીયે, અને આ લેખ ગમ્યો હોય તો FaceBook,Twitter અને Google+ માં શૅર કરો.
No comments:
Post a Comment