coolpad મોબાઈલ ફોન નુ નામ તો તમે કયાક તો સાંભળ્યુ હશે,વાંચ્યુ હશે અથવા તમે પોતે કુલપૅડ કંમ્પની નો મોબાઈલ વાપરતા હશો, અને ઘણા લોકો લેવાનુ વિચારતા હશે , હવે પ્રશ્ન એ થાય છે કે ફ્ક્ત online મળતા આવા સ્માર્ટ ફોન ખરીદવા જોઇએ કે નહિ? તમને આ વિશે ગુગલ ,યુટ્યુબ ઉપર ઘણા રિવ્યુ મળશે. પરંતુ આ બધા રિવ્યુ માં એક મુદ્દા ઉપર લોકો ચર્ચા નથી કર્તા અથવા ઓછી કરે છે. એ મુદ્દો એટલે વેચાણ પછી ની સુવિધા(After sale service),
આ લેખ માં "સસ્તો અને સારી વિશેષતા (features) હોવા છતા શા માટે આવા મોબાઈલ ન ખરીદવા જોઈએ? " એ વિશે ચર્ચા કરીશુ.
પહેલા આ મોબાઈલ ની વિશેષતા જાણી લઈએ.

Features of Coolpad note-3 & Coolpad note-3 plus
Price: 8499/- , 9000/-(note-3 plus)
OS: Android
Camera: 13MP & 5MP
Resolution: HD,full HD(note-3 plus)
ROM: 16GB, RAM: 3GB
Battery : 3000mAH
Special features: Dual SIM, G sensor, Proximity sensor, Light sensor, Gyro Sensor, eCompass, Fingerprint sensor
આ લેખ માં "સસ્તો અને સારી વિશેષતા (features) હોવા છતા શા માટે આવા મોબાઈલ ન ખરીદવા જોઈએ? " એ વિશે ચર્ચા કરીશુ.
પહેલા આ મોબાઈલ ની વિશેષતા જાણી લઈએ.

Features of Coolpad note-3 & Coolpad note-3 plus
Price: 8499/- , 9000/-(note-3 plus)
OS: Android
Camera: 13MP & 5MP
Resolution: HD,full HD(note-3 plus)
ROM: 16GB, RAM: 3GB
Battery : 3000mAH
Special features: Dual SIM, G sensor, Proximity sensor, Light sensor, Gyro Sensor, eCompass, Fingerprint sensor
આવી વિશેષતા જોઈ ને દરેક નુ મન લલચાય જાય,બરોબર ને મિત્રો?
પરંતુ ખરાબ બાજુ આ મોબાઈલ ની એ છે કે હાર્ડવૅર ની ગુણવત્તા ઘણી નિમ્મ્ન કક્ષાની છે, ૩-૬ મહિના ના ઉપયોગ પછી લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે, અને સર્વિસ આપવામાં પણ આ મોબાઈલ ઘણો પાછળ છે( બે-બે મહિના સુધી લોકો ના મોબાઈલ રીપેઈર થતા નથી.) આ મોબાઈલ મે પણ લિધેલો છે એટલે આ મારો પોતાનો જાત અનુભવ છે.
મે coolpad note-3 Dec માં લિઘો હતો, ૬ મહિના બરાબર ચાલયો અને પછી અચાનક ડિસપ્લે બ્લૅન્ક થય ગયુ, ૨૯ જુને મોબાઈલ સર્વિસ સેન્ટર માં આપ્યો, ૧૪-જુલાઈ મોબાઈલ પાછો મળવાની તારીખ આપી.(Expected Return Date), પરંતુ આજ દિન સુધી મને મારો મોબાઈલ પાછો મળ્યો નથી કસ્ટમર કૅર વાળા એક જ જવાબ આપી રહ્યા છે કે પાર્ટ્સ ઉપલબ્ધ નથી,એક મહિનો થવા આવ્યો પરંતુ હજી સુધી કંપની એ સર્વિસ સેન્ટર ને પાર્ટસ મોકલ્યા નથી, હુ એકલો જ નહિ ઘણા લોકો મારી જેવી સમસ્યા નો સામનો કરી રહ્યા છે.
થોડા ઉદાહરણ નીચે પિક્ચર મા આપ્યા છે, અને ઘણા લોકો કુલપૅડ ની સર્વિસ થી અસંતુષ્ટ છે.
તમે મોબાઈલ લેતા પહેતા આ બાજુ ઉપર જરુર ધ્યાન આપજો, મોબાઇલ લીધા પછી તમે આવી સમસ્યા નો સામનો કર્યો છે? જો કર્યો હોય તો કમેન્ટ આપવાનુ ના ભુલશો.
આ લેખ ગમયો હોય તો શૅર કરો અને આપનો અભિપ્રાય આપવાનુ ચૂકશો નહિ.
1 comment:
Very useful review,Thanks..
Post a Comment