Saturday, 30 July 2016

સિક્કિમ- ભારતના બીજા રાજ્યો માટે એક રોલ મૉડલ...

         મિત્રો તમને ખબર હશે ગત નવેમ્બંર ૨૦૧૫ માં કેન્દ્ર સરકારે ૦.૫ ટકા નો સર્વિસ ટૅક્સ વધાર્યો હતો, આ ટૅક્સ એટલે સ્વચ્છ ભારત સેસ કર, આ ટૅક્સથી એક વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રુ. જમા થવાનો અંદાજ છે, અત્યાર સુધી તો અંદાજે ૭૫૦૦ કરોડ રુ સરકારી તિજોરીમાં જમા પણ થઈ ગયા હશે, હવે આ પૈસા નો સરકારે કઈ રીતે ઉપયોગ કર્યો છે અને ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરશે એના વિશે મને કઈ ખબર નથી, હવે મિત્રો આપણે મુદ્દા પર આવીએ તમને ખબર છે શા માટે સિક્કિમ ભારતના બીજા રાજ્યો માટે એક રોલ મૉડલ છે? એનુ કારણ એ છે કે ફક્ત વાતો અને જાહેરાત કરવાને બદલે આ રાજ્યએ પ્રકૃતિના સરંક્ષણ અને સ્વચ્છતા માટે સફળતાપૂર્વક  નીતિનો અમલ કરી બતાવ્યો છે,



           હવે થોડી સિક્કિમ વિશે માહિતી,પહાડોથી ધેરાયેલુ રાજ્ય,  પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં ચીન, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ રાજ્ય, રાજ્ય નું પાટનગર ગંગટોક છે, એક વખત કોઈ સિક્કિમ જઈ આવે પછી તેના વખાણ કરવામા થાકે નહી એવુ પર્યટક સ્થળ છે, કુદરતી સૌંદર્ય એટલુ છે કે એક વખત ત્યા ગયા પછી પાછા આવ્વાનુ મન ન થાય, તાશી વ્યુ પોઈન્ટ , હનુમાનટોક , રૂમટેક મોનેસ્ટેરી , ગણેશટક , બેન્જાખરી ફોલ્સ , બોટાનીકલ ગાર્ડન , ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીબેટોલોજી , ફ્લાવર શો ,હેન્ડીક્રાફ્ટ સેન્ટર,વન સીસ્ટર વોટર ફોલ્સ ,સીંગહીક વ્યુ પોઈન્ટ ,નાગા વોટર ફોલ્સ અને ચંગુ સરોવર વગેરે જોવાલાયક સ્થળો છે,






                   આ રાજ્ય ભારતના બીજા રાજ્ય કર્તા એકદમ જ અલગ છે, અહીની બજારોમાં ફરીયે તો એવુ લાગે કે આપણે વિદેશ માં ફરી રહ્યા છે,લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ ઉચ્ચ કક્ષા નો છે, અહી ના લોકો સ્વભાવ પણ એકદમ શાંત અને હંમેશા મોઢા પર સ્મિત, વેપારી લોકો પણ આપણે વસ્તુ લઇએ કે ન લઇએ એકદમ પ્રેમ અને સંયમથી વાત કરવા વાળા, અહિના લોકો ને જોતા એવુ લાગે કે માનસિક તણાવ, બ્લડ પ્રેશર વિશે આ લોકોને કઈ ખબરજ  નહિ હશે.





              ૨૦૧૪-૧૫ માં સિક્કિમનો પ્રવાસ મે કર્યો હતો, અમારી બસ સિક્કિમની સરહદે પહોચવાની હતી એ પહેલા ગાઈડે એક ઘોષણા કરી કે બસની બહાર કચરો ફેકતા નહી અને થુકશો નહી અને આમ જે કરશે એને ૧૫૦૦૦ રુ. નો દંડ ભરવો પડશે, આ ફ્ક્ત કાયદો નથી એનુ અહી કડક રીતે એનો અમલ પણ થાય છે, ઘરની બહાર કચરાપેટી રાખવી પણ સિક્કિમમાં કાનુની રીતે અપરાધ છે. સિક્કિમનો મારો ત્રણ દિવસનો પ્રવાસ હતો , આ પ્રવાસમાં એકય સ્થળે કચરો કે ગંદકી જોઈ નથી.(નોઘઃ મે જ્યારે પ્રવાસ કર્યો હતો ત્યારે ભારતમાં સ્વચ્છતા અભિયાન શરુ નહોતુ થયુ),  અહીં પ્‍લાસ્‍ટિક બેગ પર સખ્‍ત પ્રતિબંધ છે. અહિ મિનરલ વૉટરની બોટલ પણ મળવી મુશ્કેલ છે પણ તમેને દરેક સ્થળ અને હોટલો માં મિનિરલ વૉટર જેવુજ ચોખ્ખુ પાણી મફ્ત માં મળી જશે, ( આ બાબતમાં ગુજરાત ની સ્થિતિ તો તમને ખબર જ છે), અને સૌથી મહત્વની વાત કે સિક્કિમમાં તમેને ક્યાય પાનનો ગલ્લો જોવા નહિ મળે ,ઘણા વર્ષોથી અહી ગુટકા પર પણ પ્રતિબંધ આના ઘણા ફાયદા પણ છે આને લીઘે રાજ્ય ચોખ્ખુ રહે છે, લોકો ને કર્કરોગથી રક્ષણ મળે છે અને સૌથી મહત્વનુ  માવા વગરના મોઢાથી બે લોકો વચ્ચે સંવાદ પણ સારો થાય છે.( નોઘઃ સિક્કિમમાં દારુબંધી નથી).






       
 સિક્કિમ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર સંપૂર્ણપણે ઑર્ગેનિક રાજ્ય છે, આજથી ૧૩ વર્ષ પહેલાં ઈ. સ. ૨૦૦૩ થી સિક્કિમ રાજ્યએ ધીમે-ધીમે કૃત્રિમ રસાયણોને બદલે સંપૂર્ણપણે કુદરતી ખાતરથી ઑર્ગેનિક ખેતી કરવા તરફ આગેકુચ કરી હતી અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આ ઉપલ્બધિ પ્રાપ્ત કરી, આ કાર્યમાં લોકો તરફ થી પણ સારો સહકાર્ય મળ્યો છે.

આ બધી સિદ્ધિનું ઘણુંખરું શ્રેય સિક્કિમના મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંંગને આપવું પડે, નિર્ણયો લેવામાં પવન ચામલિન્‍ગ એકદમ સખ્‍ત ગણાય છે, અને અહિના લોકપ્રિય નેતા પણ છે, ૧૯૯૪થી એ અહિના મુખ્ય પ્રધાન છે,(પક્ષઃ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, SDF). સિક્કિમ સમગ્ર દેશ માટે રોલમૉડલ સમાન છે.

સિક્કિમ પાસેથી ભારતના બીજા રાજ્યો પણ ઘણી વાત શિખવા જેવી છે, ફ્ક્ત વાતોથી જાહેરાતોથી કે ટૅક્સ વસુલવાથી સ્વચ્છતા લાવી ન શકાય અને પર્યાવરણનુ રક્ષણ પણ ન કરી શકાય એના માટે નક્કર પગલા પણ લેવા પડે અને લોકોમાં પણ જાગૃત્તા લાવવી પડે,આ એક રાજ્યમાં થઈ શકે તો એ સમગ્ર દેશમાં પણ થઈ જ શકે, જરૂર છે ફક્ત સારી નિયતની, જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સારી નિયત રાખી ને કાર્ય કરે તો સિક્કિમે જે સિદ્ધિ હાસલ કરી છે એ બીજા રાજ્યો પણ બહુ જલ્દી હાસલ કરી શકશે.

આપના અભિપ્રાયની પ્રતિક્ષા કરી રહ્યા છીયે, અને આ લેખ ગમ્યો હોય તો FaceBook,Twitter અને Google+ માં શૅર કરો.


Tuesday, 26 July 2016

Coolpad કે Foolpad ?

                coolpad મોબાઈલ ફોન નુ નામ તો તમે કયાક તો સાંભળ્યુ હશે,વાંચ્યુ હશે અથવા તમે પોતે કુલપૅડ કંમ્પની નો મોબાઈલ વાપરતા હશો, અને ઘણા લોકો લેવાનુ વિચારતા હશે , હવે પ્રશ્ન એ થાય છે કે ફ્ક્ત online મળતા આવા સ્માર્ટ ફોન ખરીદવા જોઇએ કે નહિ? તમને આ વિશે ગુગલ ,યુટ્યુબ ઉપર ઘણા રિવ્યુ મળશે. પરંતુ આ બધા રિવ્યુ માં એક મુદ્દા ઉપર લોકો ચર્ચા નથી કર્તા અથવા ઓછી કરે છે. એ મુદ્દો એટલે વેચાણ પછી ની સુવિધા(After sale service),

આ લેખ માં  "સસ્તો અને સારી વિશેષતા (features)  હોવા છતા શા માટે આવા મોબાઈલ ન ખરીદવા જોઈએ? " એ વિશે ચર્ચા કરીશુ.



પહેલા આ મોબાઈલ ની વિશેષતા જાણી લઈએ.



Features of Coolpad note-3 & Coolpad note-3 plus 

Price: 8499/- , 9000/-(note-3 plus)
OS: Android
Camera: 13MP & 5MP
Resolution: HD,full HD(note-3 plus)
ROM: 16GB, RAM: 3GB 
Battery : 3000mAH
Special features: Dual SIM, G sensor, Proximity sensor, Light sensor, Gyro Sensor, eCompass, Fingerprint sensor





આવી વિશેષતા જોઈ ને દરેક નુ મન લલચાય જાય,બરોબર ને મિત્રો?

પરંતુ ખરાબ બાજુ આ મોબાઈલ ની એ છે કે હાર્ડવૅર ની ગુણવત્તા ઘણી નિમ્મ્ન કક્ષાની છે, ૩-૬ મહિના ના ઉપયોગ પછી લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે, અને સર્વિસ આપવામાં પણ આ મોબાઈલ ઘણો પાછળ છે( બે-બે મહિના સુધી લોકો ના મોબાઈલ રીપેઈર થતા નથી.) આ મોબાઈલ મે પણ લિધેલો છે એટલે આ મારો પોતાનો જાત અનુભવ છે.

મે coolpad note-3 Dec માં લિઘો હતો, ૬ મહિના બરાબર ચાલયો અને પછી અચાનક ડિસપ્લે બ્લૅન્ક થય ગયુ, ૨૯ જુને મોબાઈલ સર્વિસ સેન્ટર માં આપ્યો, ૧૪-જુલાઈ મોબાઈલ પાછો મળવાની તારીખ આપી.(Expected Return Date), પરંતુ આજ  દિન સુધી મને મારો મોબાઈલ પાછો મળ્યો નથી કસ્ટમર કૅર વાળા એક જ જવાબ  આપી રહ્યા છે કે પાર્ટ્સ ઉપલબ્ધ નથી,એક મહિનો થવા આવ્યો પરંતુ હજી સુધી કંપની એ સર્વિસ સેન્ટર ને પાર્ટસ મોકલ્યા નથી, હુ એકલો જ નહિ ઘણા લોકો મારી જેવી સમસ્યા નો સામનો કરી રહ્યા છે. 

થોડા ઉદાહરણ નીચે પિક્ચર મા આપ્યા છે, અને ઘણા લોકો કુલપૅડ ની સર્વિસ થી અસંતુષ્ટ છે.








તમે મોબાઈલ લેતા પહેતા આ બાજુ ઉપર જરુર ધ્યાન આપજો, મોબાઇલ લીધા પછી તમે આવી સમસ્યા નો સામનો કર્યો છે? જો કર્યો હોય તો કમેન્ટ આપવાનુ ના ભુલશો.

આ લેખ ગમયો હોય તો શૅર કરો અને આપનો અભિપ્રાય આપવાનુ ચૂકશો નહિ. 

Sunday, 24 July 2016

ખાશાબા દાદાસાહેબ જાધવ (KD Jadhav) - A forgotten hero


Rio Olympic 2016 ને શુરુ થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે,આપ સૌ ને ખબર હશે ભારતની વસ્તી અને પ્રતિભા ના પ્રમાણે ભારત નો olympic માં દેખાવ સાવ સાધારણ કક્ષા નો રહ્યો છે, આનુ મુખ્ય કારણ રમત માં થતુ રાજકારણ,રમતવીરો ને મળતી ઓછી સગવડો અને લોકો નો રમત-ગમત વિષે અણગમો છે,હવે સમય બદલાય રહ્યો છે પરંતુ વિશ્વ કક્ષા એ ભારતે આજે પણ ઘણુ પાછળ છે.

ભારત ના olympic માં દેખાવ વિશે સપુર્ણ માહિતી સાથે આવનારા સમય માં લેખ પ્રગટ કરીશ,આજે હુ એવા વ્યક્તિ વિશે માહિતી આપવાનો જેના વગર ભારત નો ઓલિમ્પિક ઈતિહાસ અધુરો છે,આ વ્યક્તિ વિશે બહુ ઓછા લોકો જાણે છે, અને ભારતે સરકારે પણ આ વ્યકિત ની ઉપેક્ષા  કરી હતી,આ વ્યક્તિ એટલે "ખાશાબા દાદાસાહેબ જાધવ".ભારત આઝાદ થયું તે પછી વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર ખેલાડી  એટલે કે .ડી .જાધવ.





કે.ડી.જાધવ વિશે  ની થોડી હકીકતો.


  • જન્મ તાઃ ૧૫-૦૧-૧૯૨૬,,ગામ-ગોલેશ્વર (સાતારા,મહારાષ્ટ્ર) .મૃત્યુ: ૧૪-૦૮-૧૯૮૪
  • પ્રથમ કુસ્તી (wrestling) કોચ - દાદાસાહેબ જાધવ ( ૫ વર્ષ ની ઉંમ્ર થી પિતા દાદાસાહેબ પાસેથી કુસ્તી માં તાલિમ લેવાની શરુવાત).
  • 8 વર્ષની ઉંમરે , તેમણે માત્ર ૨ મિનિટ માં સ્થાનિક ચેમ્પિયન ને હરાવ્યો અને તેમના વિસ્તારમાં નિર્વિવાદ ચેમ્પિયન બન્યા.
  • કોલેજમાં તેમના કુસ્તી માર્ગદર્શન બાબુરાવ બાલાવડે અને બેલાપુરી ગુરુજી હતા.
  • ભારત છોડો આંદોલન માં પણ સહભાગ લીધો હતો.
  • કારર્કિદી શરૂવાતઃ ૧૯૪૮  (finished 6th in the flyweight category in 1948 London olympics)
  • ઇંગલિશ કોચ રીસ ગાર્ડન એ ૧૯૪૮ ઓલિમ્પિક ગેમ્સ પહેલાં "કે.ડી .જાધવ" ને તાલીમ આપી હતી.
  • ૧૯૫૨ હેલસિંકી (Helsinki) ઓલિમ્પિક- કુસ્તી મા કાસ્યં પદક(bronze medal) જીત્યુ,(bantamweight category -57 kg).
  • કુસ્તી માં પદક અપાવનાર પ્રથમ ભારતીય.
  • ભારતને વ્યક્તિગત સ્પર્ધામાં પહેલવહેલું ગૌરવ અપાવનાર જાધવ પાસે હેલસિંકી જવાના પૈસા ન હતા.(

    ૭૦૦૦રુ માં મકાન ગીરવે રાખ્યું હતું)

  • ઓલિમ્પિક્સમાં જાધવની ભાગીદારી માટે શાહજી લો કોલેજ , કોલ્હાપુર ના આચાર્ય પ્રો.દાભોલકરે પોતાનુ ઘર ગીરવે મુક્યુ હતુ.
  • એકમાત્ર ભારતીય ઓલિમ્પિક વિજેતા જેમને પદ્મ એવોર્ડ ક્યારેય પ્રાપ્ત થયો નહિ.
  • ૧૯૫૫ માં સબ- ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળ સાથે જોડાયા.
  • મુંબઈમાં પોલીસ ઇન્સ્પેકટર હોવા છતાં  મૃત્યુસુધી તેઓ કારમી ગરીબીમાં જ જીવ્યાં.
  • ૧૯૮૪ માં માર્ગ અકસ્માતમાં તેમનુ મૃત્યુ થયુ.
  • ભારતને તેમની સફળતા રહી-રહીને યાદ આવી અને ૨૦૧૦ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે તેમના માનમા કુસ્તી સ્થળ નુ નામ તેમના નામ પરથી આપવામા આવ્યુ.

મિત્રો જો આપને આ મારો લેખ પસંદ પડયો હોય તો આપના મિત્રો ને પણ શૅર કરજો , અને આપનો આભિપ્રાય આપવાનુ ચુકતા નહિ. 

સ્વાગતમ્

       મિત્રો મારા નવા બ્લૉગ "ગુજરાતીમાં જાણો" માં આપ સૌનુ સ્વાગત છે (knowingujarati.blogspot.com), આ સમયે ઈન્ટરનેટ માં ઘણી માહીતી ઉપલ્પધ છે પરંતુ ગુજરાતી ભાષા માં ઘણી ઓછી છે, મારો આશય ફક્ત લોકો સુધી ગુજરાતી ભાષામાં માહીતી અને મારા વિચારો પ્રગટ કરવાનો છે.
       મને આશા છે આપ સૌ ને આ બ્લોગ ખુબજ પસંદ પડશે, મિત્રો જો આપને આ બ્લોગ કઇ પણ પૉસ્ટ ઉપયોગી લાગે અને ગમે તો જરુર શૅર કરજો ને આપના અભિપ્રાયો આપતા રહેજો.
      મારી ફેસબુક પ્રોફાઇલઃ http://facebook.com/gujface